અમારી સાઇટ પર આપનું સ્વાગત છે
પરમકૃપાળુ શિવજીની અસીમકૃપાથી નવસારીમાં આપણા સમાજની વાડીનું નિર્માણ કરવા માટે તેમજ સમાજસેવાના વિવિધકાર્યો કરવા માટે તથા સમગ્ર અમદાવાદી શ્રીમાળી સોની જ્ઞાતીના લાભાર્થે "નવસારી અમદાવાદી શ્રીમાળી સોની પંચવાડી ટ્રસ્ટ" ની સ્થાપના તા. 24-11-2002 ના રોજ થઇ. "ટ્રસ્ટએક્ટ" હેઠળ રજીસ્ટર થયેલ આ સંસ્થા પોતાનું રજીસ્ટર-ટ્રસ્ટ -ડીડ(બંધારણ) ધરાવે છે. જેનો રજીસ્ટર નં. એ/560/નવસારી છે. સમાજની નવસારીમાં બનનાર વાડીની દેખરેખ તથા સંભાળ નવસારી વિભાગના જ્ઞાતિજનો સ્થાપના લેવલે કુશળતા પૂર્વક કરી શકે અને સંસ્થા મારફત મળતા લાભો સમગ્ર અમદાવાદી શ્રીમાળી સોની સમાજને મળે એવું હેતુલક્ષી બંધારણ સમાજસેવાના કાર્ય માટે સમાજને અર્પણ કર્યું.
ટ્રસ્ટની સ્થાપના કર્યા બાદ તા. 9/02/2003 ના પવીત્ર દિવસે "ગાયત્રીયજ્ઞ" દ્વારા "માં ગાયત્રી" ના આશીર્વાદ મેળવી સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું. સંસ્થાની પ્રથમ બે વર્ષની પ્રગતિ સામાન્ય રહી. આ બે વર્ષ દરમ્યાન ટ્રસ્ટીઓ સમાજનો વિશ્વાસ સંપાદન કરતા ગયા.