નવસારી અમદાવાદી શ્રીમાળી સોની પંચવાડી ટ્રસ્ટ
સ્વપ્નલોક સોસાયટી, કાલીયાવાડી પુલ નજીક,નવસારી ફોન નં. 292782
ભવનનાં પેટા નિયમો અને શરતો
(તા. 20/02/2012 થી અમલમાં)
(1) ભવનનું બુકિંગ જ્ઞાતિના બાધ સિવાય વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે.
(2) જ્ઞાતિજનો માટે ડીપોઝીટ રૂ।. 10,000/-, ભાડુ રૂ।. 1,500/- તથા આગલા દિવસે રસોડા વપરાશનો ચાર્જ રૂ।.450/- ચૂકવવાનો રહેશે.
(3) અન્ય જ્ઞાતિજનો માટે ડીપોઝીટ રૂ।. 25,000/-, ભાડુ રૂ।. 6,000/- તથા આગલા દિવસે રસોડા વપરાશનો ચાર્જ રૂ।. 450/- ચૂકવવાનો રહેશે.
(4) ઉતારાનું બુકિંગ નીચે મુજબના નિયમોને આધીન મળશે.
એક દિવસ | ઉતારા ફીક્ષ ભાડુ |
ઉતારા બુકિંગ કેન્સેલેશન ચાર્જ |
વપરાશમાં લેવાની ફ્રી આઈટમો તમામ જ્ઞાતિજનો માટે |
જ્ઞાતિજન | રૂ।. 20,000/- | રૂ।. 10,000/- | ગાદલા સેટ - 50, પાણી જરૂરીયાત મુજબ |
અન્ય જ્ઞાતિજન | રૂ।. 25,000/- | રૂ।. 12,500/- | ખુરશી - 50, લાઈટ - 50 યુનિટ સુધી |
નોંધ : વપરાશની ફ્રી આઈટમો સિવાય જો અન્ય સાધનો વપરાશમાં લેવામાં આવશે તો તેનો ચાર્જ અલગ થશે.
(5)કોઈ સંજોગોમાં ભવનનું બુકિંગ કેન્સલ થશે તો અસલ ડીપોઝીટની રસીદ પરત કરવી ફરજીયાત છે. ડીપોઝીટમાંથી ભાડાની રકમ કાપી લઈ ડીપોઝીટ પરત કરવામાં આવશે.
(6) ભવનનો કબજો સવારે 6:00 કલાકે થી રાત્રે 12:00 કલાક સુધી આપી એક દિવસનું ભાડું લેવામાં આવશે રાત્રે 12:00 કલાકે ભવનનો કબજો આપી દેવાનો રહેશે.
સમયસર કબ્જો પાછો આપવામાં વિલંબ થશે તો પ્રતિ 1 કલાકના રૂ।. 500/- લેખે ચાર્જ લેવામાં આવશે
(7) ભવન સામાન્ય રીતે એક જ પક્ષને ભાડે આપવામાં આવે છે. કોઈ સંજોગોમાં બે પક્ષ ભેગા થઈને ભવનનો ઉપયોગ કરશે તો તેવા સંજોગોમાં ભવનનું ભાડું તથા સાધનોનું ભાડું બમણું લેવામાં આવશે.
(8) બહારથી સાધન સહિતનું કેટરીંગ લાવનારે સંસ્થાની મંજુરી લઇ ભવનના રસોઈ ઘરના સાધનોની ઠરાવેલ કિંમત ચુકવવાની રહેશે.
(9) વિજળી વપરાશની રકમ યુનિટ દીઠ નક્કી કરેલા દરે ચુકવવાની રહેશે.
(10) ફિલ્ટરર્ડ પીવાનું ઠંડુ પાણી તથા સાદા પાણીના વપરાશની રકમ નક્કી કરેલા દર ચુકવવાની રહેશે.
(11) મ્યુઝીકલ પ્રોગ્રામ ( ડી.જે.) માટેનો સમય રાત્રે 10:00 કલાક સુઘીનો રહેશે તથા ધ્વનિ નિયંત્રણનું પાલન ફરજિયાત કરવાનું રહેશે પાર્ટીએ કલેકટરની પરવાનગી ફરજીયાત લેવી અને ઓરીજીનલ નકલ ઓફિસમાં જમા કરાવવી..
(12) મ્યુઝીકલ ઇવેન્ટ પ્રોગ્રામ (મ્યુ ઓરકેસ્ટ્રા/ગીત-ગઝલ/ક્લાસીકલ ગાયક્વૃન્દ ) બહારથી લાવનાર પાર્ટીએ મીનીમમ ચાર્જના રૂ।. 1,500/- ચૂકવવાના રહેશે.
(13) તમામ ચીજ વસ્તુઓ ભવનની જ વાપરવાની રહેશે તથા બહાર લઇ જવાની સખ્ત મનાઈ છે.
(14) ગેસની બોટલ કોમર્શિયલ સીલીન્ડર ફરજીયાત વાપરવાની રહેશે.
(15) ભવન ભાડે રાખનારે પ્રસંગની તારીખના દસ દિવસ પહેલા રૂબરૂ મુલાકાત લઇ જેતે પ્રસંગની પ્રુફ ફરજીયાત જમા કરાવવાની રહેશે
(16) ભવનમાં ધુમ્રપાન કરવાની અથવા માવા, મસાલા, પાન ખાઈને થૂંકવાની સખત મનાઈ છે. નિયમ ભંગ થશે તો ભાડે રાખનાર પાર્ટી પાસે દંડ વસુલીની રકમ રૂ।. 500/- સુધી લેવામાં આવશે.
(17) સંજોગોવસાત વાડીનો પીવાના પાણીનો ફિલ્ટર પ્લાન્ટ બંધ રહેશે તો પાણીની વ્યવસ્થા ભાડે રાખનાર પાર્ટીએ કરવાની રહેશે.
(18) ભવનનો કબ્જો સોંપતી વખતે રસોઈઘરના કોઈપણ સાધનોની ધટ તથા નુકસાની થશે તો તે ભરપાઈ કરવાની રહેશે..
(19) ભવન ભાડે રાખનારે ફરજીયાત ભવનના મજૂરો રાખવાના રહેશે તથા ભવન છોડતાં પહેલાં સંપૂર્ણ સાફ-સફાઈ કરીને તમામ સાધનો સાથે કબજો આપી કામે રાખેલ મજૂરોનો હિસાબ ઠરાવેલ દર મુજબ ચૂકતે આપી દેવાનો રહેશે.
(20) આપની કિંમતી ચીજવસ્તુઓ સાચવવી, આ માટે ભવનની કોઈ જવાબદારી રહેશે નહી.
(21) જયારે વિજળી જાય ત્યારે પહેલા અડધા કલાકના રૂ।. 50/- અને ત્યાર પછીના અડધા કલાકના રૂ।. 50/- ઇન્વર્ટર ચાર્જ લેવામાં આવશે.
(22) જો કોઈ પાર્ટી ફિલ્ટર પાણી બહારથી લાવશે તો વાડી ફિલ્ટર પ્લાન્ટ પાણીનાં ભાવપત્રકમાં ઠરાવેલ ચાર્જ મુજબ ચૂકવવાનો રહેશે.
(23) વાડીના જનરલ તથા પેટા નિયમોમાં વખતો વખત જે ફેરફાર થાય તે વાડી બુકિંગ કરાવનાર પાર્ટીએ માન્ય રાખવાના રહેશે.
(24) વાડીમાં કોલ્ડ સ્ટોરેજ, લીફ્ટ તથા જનરેટરની વ્યવસ્થા ઉપલબ્ધ છે. બન્ને ચેઈન્જ રૂમમાં AC ઉપલબ્ધ છે.
(25) વાડીમાં મેરેજ હોલમાં લાઈટ ડેકોરેશન તથા મકાન ઉપર રોશનીની વ્યવસ્થા છે. પાર્ટીએ પોતાની જરૂરિયાત મુજબ અગાઉથી જાણ કરવાની રહેશે તથા ડેકોરેશનનો ઠરાવેલ ચાર્જ ભરવાનો રહેશે.
(26) આકસ્મિક સંજોગોને કારણે વિજળી કે પાણી પુરવઠો ના મળે તેને માટે ટ્રસ્ટ જવાબદાર રહેશે નહી.
(27) રસોઈઘરમાં શાકાહારી રસોઈ જ બનાવી શકાશે. બીન શાકાહારી રસોઈ બહારથી લાવવા પર તેમજ પીરસવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જમણ માટે બાજ દડીયાનો ઉપયોગ કરવો નહી.
(28) ચાલુ પ્રસંગે બહારની કોઈ વ્યક્તિ વાડીમાં પ્રવેશ કરશે તો તેની સંપૂર્ણ જવાબદારી પાર્ટીની રહેશે.
(29) મારામારી કે તોફાન કરનાર વ્યક્તિને પોલીસને હવાલે કરવામાં આવશે.
(30) વાડીની કોઇપણ પ્રોપર્ટીને નુકશાન થાય તો નુકશાની ભરપાઈ કરવાની જવાબદારી પાર્ટીની રહેશે.
(31) વાડીમાં ડેકોરેશન, માળી, સાઉન્ડ તથા પ્રસંગ અંગેની ભરપાઈ કરવાની જવાબદારી અમો સગવડ કરી આપીશું. પાર્ટી બહારથી લાવી શકશે નહિ. જરૂરી માલસામાન વાડીમાં લાવવા તથા પરત લઇ જવા માટેનું ટેમ્પા ભાડું પાર્ટીએ ચૂકવવાનું રહેશે. જરૂરિયાત પ્રસંગના દસ દિવસ પહેલા નોંધાવવાની રહેશે, જેની અંદાજીત રકમ અગાઉથી ભરવાની રહેશે.
(1) ડેકોરેશન : પટેલ ડેકોરેટર્સ
વિઠ્ઠલ વાડી,વલ્લભ એસ્ટેટ, છાપરા રોડ, નવસારી
ફોન નં. : 251775, 251773, 233634. મો. નં. : 99252 99146
(2) માળી : ખોડીયાર ફ્લાવર્સ
ખત્રીવાડ, મેહુલ ગેસ પાસે,
નવસારી
ફોન : 253298 મોબાઈલ : 98257 57818
(3) સાઉન્ડ : મોહન સાઉન્ડ
ચાંદની ચોક એપાર્ટમેન્ટ, નવી દરજીની વાડી પાછળ,
પાર ફળિયા, નવસારી
ફોન : 235570 મોબાઈલ : 98250 85855
નવસારી અમદાવાદી શ્રીમાળી સોની
પંચ વાડી ટ્રસ્ટ
મેનેજમેન્ટ
ફક્ત સમાજના સભ્યો માટે
BENIFITS OF WEBSITE
1.Married Couple Photograph Free on Website 2.Final Degree News Free on Website 3.Death News Free on Website
સમાજના જે સભ્યો એ આ વિગતો ઓનલાઇન મુકવી હોઈ તો આપની ડિટેઈલ્સ નવસારી વાડીના સરનામે મોકલી આપશો લિ. મેનેજમેન્ટ
Abroad University Award
click below language link to see
ENGLISH GUJRATI